Are we ALONE?
500 વર્ષ પહેલા વૈજ્ઞાનિક ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી, માનવજાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેણે ઘણી પ્રચલિત અલૌકિક દંતકથાઓને જૂની ઠરાવવા માટે વૈજ્ઞાનિક સમજૂતીઓ ઘડી છે, તંદુરસ્ત માનવ જીવનને લંબાવવા માટે અસંખ્ય તકનીકી પ્રગતિઓ હાંસલ કરી છે, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરી છે, મશીનગન અને પરમાણુ બોમ્બની શોધ કરી છે, અવકાશ-સમય અને બ્લેક હોલ્સ ના રહસ્યને શોધી કાઢ્યું છે. અમુક વણઉકેલ્યા કોયડાઓ સિવાય આપણે રહસ્યમય બ્રહ્માંડ અને તેને સંચાલિત કરતા ગુઢાર્થ વિશે બધું જ શોધી કાઢ્યું હોય તેવું લાગે છે. છતાં જ્ઞાનનો એવો અભિશાપ છે કે નવા જ્ઞાતા તરફનું એક પગલું અજ્ઞાત ના પાતાળમાં વધુ નીચે ધકેલી દે છે. પૃથ્વીના પડકારો પર વિજય મેળવ્યા પછી, માનવતા હવે આગલા પગથિયાં તરફ આગળ વધી રહી છે અને એક અવકાશી પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. એ છે, "શું આપણે બ્રહ્માંડમાં એકલા છીએ?"
બ્રહ્માંડ, ઓછામાં ઓછું કહીએ તો પણ ઘણું જ વિશાળ છે. આપણી પાસે એવો શબ્દ નથી કે જે ખરેખર તેના સાચા વિશાળ કદ નું વર્ણન કરી શકે. અવલોકનક્ષમ બ્રહ્માંડ ~90 બિલિયન પ્રકાશ વર્ષ પહોળું છે (1 પ્રકાશ વર્ષ, LY (Light Year), તે એક અંતર છે જે અવકાશમાં અંતર માપવા માટે વપરાય છે. પ્રકાશ એક વર્ષમાં ~300,000 km/સેકંડની ઝડપે મુસાફરી કરે છે). આપણી ગેલેક્સી મિલ્કી વે, સેંકડો અબજો તારાવિશ્વોના વિશાળ સ્પ્લેટર માં માત્ર એક નાનો સ્પેક છે. આમાંની દરેક ગેલેક્સી (તારાવિશ્વો) અબજો તારાઓનું સંયોજન કરે છે અને આમાંની ઘણી ગેલેક્સી ઘણા ગ્રહોનું ઘર છે. જેમ કે આપણું પોતાનું સૌરમંડળ છે. બ્રહ્માંડ અને અસંખ્ય અન્ય સોલાર સિસ્ટમ્સ પૃથ્વીની તુલનામાં ઘણા લાંબા સમયથી આસપાસ છે તે ધ્યાનમાં લેતા, કોઈ આશ્ચર્ય પામી શકે કે, શું જીવન અન્યત્ર પણ વિકસિત ન હોવું જોઈએ? શું આપણી મિલ્કી વે ગેલેક્સી માં આપણા કરતા બુદ્ધિશાળી જીવોથી ન હોવા જોઈએ? પરંતુ તેઓ ક્યાં છે? શા માટે આપણે એલિયનના આક્રમણના કોઈ ચિહ્નો જોયા નથી? આ પ્રશ્ન એનરિકો ફર્મી, એક ભૌતિકશાસ્ત્રી દ્વારા તેમના સાથીદારો સાથેના સામાન્ય લંચ દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો જે આખરે ફર્મી વિરોધાભાસ તરીકે જાણીતો બન્યો.
1961 માં, ફ્રેન્ક ડ્રેક નામના ખગોળશાસ્ત્રીએ એક સમીકરણનો પ્રસ્તાવ મૂક્યો હતો જે મિલ્કી વે ગેલેક્સીમાં બુદ્ધિશાળી જીવોની સંખ્યા નો અંદાજ લગાવે છે અને જે આપણી સાથે વાતચીત કરી શકે તેટલી રેન્જમાં હોવું જોઈએ. ઉપરાંત તકનીકી રીતે પૂરતી નિપુણ હોવી જોઈએ. સમીકરણ પરીપૂર્ણ બનાવવા માટે વિવિધ પરિબળોને ધ્યાનમાં લે છે જેમ કે - તારાઓની સંખ્યા અને વૃદ્ધિ દર, ગ્રહો ધરાવતા તારાઓનો અંશ, જીવનને ટેકો આપવા સક્ષમ ગ્રહોની સંખ્યા, ગ્રહોના અંશ જ્યાં આપણા જેવા બુદ્ધિશાળી જીવો વિકસિત થાય છે.
તારાઓ અને ગ્રહોની સંખ્યા એટલી વિશાળ છે કે સમીકરણમાં સૌથી વધુ રૂઢિચુસ્ત ઇનપુટ્સ પણ એલિયન જીવોની સંખ્યાના એકદમ યોગ્ય અંદાજમાં પરિણમી શકે છે. એક સરળ ઉદાહરણ લઈએ. આકાશગંગા ~100,000 LY પહોળી છે અને ~100 બિલિયન તારાઓનું ઘર છે. આમાંથી, ~20 બિલિયન તારાઓ તેમના કદ અને આકાશગંગાના કેન્દ્ર થી અંતર ના આધારે સૂર્ય જેવા તારા હોવાનો અંદાજ છે. આમાના લગભગ 20% સૂર્ય જેવા તારાઓ વસવાટ કરી શકાય તેવા ક્ષેત્રમાં પૃથ્વીના કદના ગ્રહ દ્વારા પરિભ્રમણ કરી રહ્યા હોવાનો અંદાજ છે. જો આપણે ધારીએ કે આમાંથી માત્ર ~0.01% ગ્રહોમાં જ જીવન હોવું જોઈએ, તો પણ તે આપણને આપણી આકાશગંગામાં જીવન સાથે લગભગ અડધા મિલિયન ગ્રહો આપશે. તેમ છતાં, એલિયન્સ ક્યાં છે?
ફર્મી વિરોધાભાસ માટે અત્યાર સુધી વિવિધ સમજૂતીઓ પ્રસ્તાવિત કરવામાં આવી છે. એક સરળ સમજૂતી એ મિલ્કી વે ગેલેક્સી ની વિશાળતા હોઈ શકે છે. કદાચ એલિયન સભ્યતાઓ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ સંદેશ હજુ સુધી આપણા સુધી પહોંચ્યો નથી. આને પરિપ્રેક્ષ્યમાં મૂકવા માટે, સમજો કે આપણા સૂર્યની સૌથી નજીકના તારા, પ્રોક્સિમા સેંટૌરીને પણ એક સાદી ગણતરી મુજબ જોઈએ તો લગભગ 8 વર્ષ લેશે કારણ કે તે ~4 LY દૂર છે. અન્ય સ્ટાર સિસ્ટમો તેનાથી પણ દૂર છે. આપણે લગભગ 100 વર્ષોથી અવકાશમાં રેડિયો સિગ્નલ મોકલવાનું શરૂ કર્યું છે. કદાચ ભવિષ્યમાં કોઈ દિવસ, જ્યારે સિગ્નલો અથડાશે, ત્યારે સંપર્ક કરવામાં આવશે.
અન્ય એક લોકપ્રિય સિદ્ધાંત, જે ઘણીવાર UFO દ્વારા સમર્થિત છે. તે સૂચવે છે કે એલિયન સજીવો આપણા પર વોચ રાખવા માટે આપણા ગ્રહને જુએ છે પરંતુ તેઓ સંપર્ક કરવામાં રસ ધરાવતા નથી કારણ કે આપણે ગેલેક્ટીક ક્લબને મૂલ્યવાન કંઈપણ પ્રદાન કરવા માટે ખૂબ આદિમ છીએ. તે એવું જ છે કે જ્યારે મનુષ્ય પ્રાણીઓને જોવા માટે પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લે છે પરંતુ તેને કોઈ સંપર્ક કરવામાં કોઈ રસ નથી. જ્યારે આ એક રસપ્રદ કલ્પના છે કારણ કે એલિયન જીવો તેમની ઉંમરને કારણે આપણા કરતાં ઘણાં વધુ અદ્યતન હોવાની અપેક્ષા છે. જો તેમાંના ઘણા બહાર છે, તો તેમાંથી કેટલાક આપણા પ્રત્યે અણગમો ધરાવતા હોઈ શકે છે અથવા તેમની ઊર્જાની જરૂરિયાતો માટે પૃથ્વી પાસેથી કોઈ સંસાધન ઈચ્છે છે. સમાન ઘટનાઓ પરની અન્ય એક વિચારધારા સૂચવે છે કે એલિયન્સ કોઈ સંપર્ક કરી રહ્યાં નથી કારણ કે ગેલેક્ટીક વસાહતીકરણ માટે ઊર્જાની જરૂરિયાતો ઘણી વધારે છે અને પૃથ્વી પર આક્રમણ કરવા માટેના ખર્ચ-લાભના સમીકરણનો હજુ કોઈ અર્થ નથી.
અન્ય રસપ્રદ વિચાર સિમ્યુલેશન પૂર્વધારણા છે. તે સૂચવે છે કે ત્યાં કોઈ એલિયન્સ નથી કારણ કે આપણે એક સિમ્યુલેશન ની અંદર છીએ જે અદ્યતન જીવો દ્વારા ચલાવવામાં આવે છે. આપણે આપણી આસપાસ જે જોઈએ છીએ લોકો, વસ્તુઓ, સુંદર પ્રકૃતિ, બાહ્ય અવકાશ, તારાઓ, તારાવિશ્વો વગેરે તે માત્ર એક વિસ્તૃત અનુકરણ છે, જે આપણા વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ મેટાવર્સ છે. આ ધારણા જેટલી રસપ્રદ લાગે છે, સિમ્યુલેશન પૂર્વધારણા એ આધાર અને તેની અયોગ્યતા માટેના મર્યાદિત પુરાવાઓને ધ્યાનમાં રાખીને સખત વૈજ્ઞાનિક પૂર્વધારણા ને બદલે દાર્શનિક વિચાર તરીકે વધુ રહે છે. શું તમે કલ્પના કરી શકો છો કે આવા સિમ્યુલેશન એન્જિનને કેટલી કમ્પ્યુટિંગ શક્તિની જરૂર પડશે? (આના પર વિચાર કરવા માટે એક સાય-ફાઇ જવાબ - જો પ્રકાશની ઝડપ મહત્તમ સાર્વત્રિક ગતિ હોય તો શું થાય છે? જો આપણે પ્રકાશની ઝડપ કરતાં વધુ ઝડપથી મુસાફરી કરીએ, તો શું થશે? તો આપણે અમર થઈ જઈશું. જે શક્ય નથી, હી હી હી)
કદાચ જીવનની ઉત્પત્તિ આપણે વિચાર્યું તે કરતાં વધુ અસંભવિત હતી. દુર્લભ પૃથ્વીની પૂર્વધારણા સૂચવે છે કે ગ્રહ પૃથ્વી પરની અનન્ય પરિસ્થિતિઓ જે જીવનની ઉત્પત્તિ અને બુદ્ધિશાળી જીવનના અંતિમ ઉત્ક્રાંતિને મંજૂરી આપે છે તે ખૂબ જ દુર્લભ છે. પૃથ્વી પર સાદું જીવન ~3.5 બિલિયન વર્ષોથી અસ્તિત્વમાં છે અને છતાં આપણી પ્રજાતિઓ, બુદ્ધિશાળી જીવન, માત્ર ~200,000 વર્ષથી વધુ જૂનું છે. આટલા લાંબા સમય સુધી પરિસ્થિતિ સાનુકૂળ રહે એ એક દુર્લભ ઘટના છે. એનાથી આપણે, ધરતી પરના માનવીઓ, સૌ પ્રથમ એવી સંસ્કૃતિ બનીશું જે એટલી અદ્યતન બની છે કે આપણે અવકાશમાં મુસાફરી કરી શકીએ. ઉદાહરણ તરીકે, પૃથ્વી વિશાળ ગુરુ દ્વારા ઘણા એસ્ટરોઇડ થી સુરક્ષિત છે. જો ગુરુત્વાકર્ષણ ન હોત તો આપણા ગ્રહમાં એસ્ટરોઇડ્સથી તબાહી મચી જાય અને તેનો નાશ થઈ જાત. કદાચ અન્ય પૃથ્વી જેવા ગ્રહો પાસે આવી સુરક્ષા નથી. જો કે, આ સિદ્ધાંત બ્રહ્માંડની ભવ્યતા દ્વારા સરળતાથી વિરોધાભાસી છે. એક અબજ અન્ય ગ્રહો પૈકી, કેટલાક એવા છે કે જેમની સ્થિતિ પૃથ્વી ગ્રહ સાથે મેળ ખાતી હોય અને બુદ્ધિશાળી જીવનના અસ્તિત્વ ને સમર્થન આપતી હોવી જોઈએ.
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તકનીકી પ્રગતિના માર્ગ પર એક અવિભાજ્યતા, નો-રીટર્ન બિંદુ છે, જે, જો પાર કરવામાં આવે તો, લગભગ આત્મ વિનાશની ખાતરી આપે છે. એટલે કે આપણી પ્રજાતિનો કયામતનો દિવસ નજીક આવી રહ્યો છે. તે કંઈપણ હોઈ શકે છે જેમ કે પરમાણુ યુદ્ધ, જીવલેણ વાયરસનો ફાટી નીકળવો, આત્યંતિક આબોહવા પરિવર્તન, અથવા સંવેદનશીલ કૃત્રિમ બુદ્ધિ (AI) નો ઉદય જે તેના સર્જકોનો નાશ કરશે. આ દરેક ઘટનાઓ એક બુદ્ધિશાળી સંસ્કૃતિને લુપ્તતા તરફ દોરી શકે છે. એનાથી પણ મોટી આફતો આપણી રાહ જોતી હોઈ શકે છે જેની આપણે અત્યારે કલ્પના પણ કરી શકતા નથી કે જેણે અગાઉના તમામ બુદ્ધિશાળી એલિયન્સ નો નાશ કર્યો છે અને આપણે છેલ્લી વ્યક્તિ છીએ, છતાં ચુકાદાના દિવસ નો સામનો કરવો પડશે. ફક્ત સમય જ કહેશે કે શું આપણે તેને પાર કરીશું કે અન્ય લોકો જેવું જ ભાગ્ય મેળવીશું.
પૂર્વધારણા સૂચવે છે કે મનુષ્ય કાં તો પ્રથમ જ તે લિમિટ પાર કરી ચૂક્યો છે અથવા છેલ્લો મોકો બુદ્ધિશાળી જીવન સ્વરૂપ છે જે મિલ્કી વેમાં અને સંભવતઃ બ્રહ્માંડમાં છે. કોઈપણ રીતે, આપણે એકલા છીએ અને તેથી આપણું જીવન આપણે વિચારીએ છીએ તેના કરતા પણ વધુ કિંમતી છે. સમય આવી ગયો છે કે ધરતીનો માનવી બ્રહ્માંડ સંબંધી રમતની મોટી યોજનામાં તેના મહત્વને સમજે અને તેના તકનીકી પરાક્રમનું વાહન સાવધાનીપૂર્વક ચલાવે. જો આપણે નો-રીટર્ન ના બિંદુને પાર કરીએ અને લુપ્ત થઈ જઈએ, તો બ્રહ્માંડમાં કોઈ બુદ્ધિશાળી જીવન બાકી રહેશે નહીં.
“The universe seems neither benign nor hostile, merely indifferent.”
- Carl Sagan
Because we all are ALONE.
Reference:
Medium (Space Section)
Comments
Post a Comment