કિતની હસીન હૈ યે દુનિયા

કેટલું મસ્ત શીર્ષક છે આ લેખનું! શીર્ષક વાંચતાં જ જો ન જીવતા હોય તો પણ જીવવાનું અને જિંદગી ન માણતા હોય તો પણ માણવાનું મન થઈ જાય. ખરેખર માંડ એક તો આવો મોકો મળ્યો છે તો પછી શું કામ આપણે તેને બોરિંગ (કંટાળાજનક) બનાવવાની પાછળ સમય બગાડીએ છીએ. જીવનની જે પળમાં આપણે અત્યારે હોઈએ તે દરેકે દરેક પળને એકદમ આનંદ - ઉલ્લાસ, મોજ - મસ્તી થી જીવવી જોઈએ. શું ખબર તેના પછીની ક્ષણ આપણાં માટે છે કે નહીં અથવા તો આપણે તેના માટે છીએ કે નહીં. જિંદગી એક પ્રકારના મૂવી જેવુ છે આમ જોઈએ ને તો! મૂવીમાં કેમ આપણને suspense અને thrill ફીલ થાય એવું જ અહીં જીવનમાં પણ છે. “Life is a Mystery”. જે આપણે જાતે જ જીવીને ઉકેલવાની છે. 


હા, સમસ્યાઓ તો દરેકના જીવનમાં હોવાની અને રહેવાની જ. પરંતુ એનો મતલબ એવો તો નથી હોતો ને કે કાયમી મુરઝાયેલા ફૂલ જેવું મોઢું લઈને ફરતા રહીએ. મુશ્કેલીઓ છે તો તેનો સ્વીકાર કરીને તેનો નિવેડો કેમ લાવવો એના પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. એમાંય આ કાળમુખો કોરોના આવ્યા પછી તો મોટા ભાગના લોકોના મોઢા ના નકશા ફરી ગયા. Be Chill Guys...!


જ્યારે તમે નાના બાળકની જેમ મન મૂકીને ખડખડાટ હસી શકો (ને હું તો ઘણી વખત કહું જ છું કે હંમેશા તમારી અંદર એક નાના બાળક ને જીવતું રાખો, ભલે તમારી ઉંમર ગમે તેટલી હોય), ક્ષિતિજ પરથી ઊગતા સુરજના પહેલા કિરણોની જેમ તમને પણ તમારો દિવસ ચમકાવવા નું મન થાય, પંખીઓની જેમ મુક્ત મને ગગનમાં વિહરવાનું મન થાય, એક જ પ્રયાસમાં જંગલો ખૂંદી વળવાની તમન્ના થાય, કલકલ વહેતા ઝરણાં ની માફક વહી જવાનું મન થાય, સુકાભઠ્ઠ રેગીસ્તાનમાં દૂરથી દેખાતું મૃગજળ તમને પ્રેમની હૂંફ આપતું લાગે, પર્વતની ટોચ પર ઊભા રહીને જોર થી રાડો પડતાં - પડતાં પડઘામાં તમને પર્વતોના પ્રેમનો અહેસાસ થાય, ખેતરમાં લહેરાતા પાક માંથી પસાર થતી હવાનાં સ્પર્શમાં તમને કોઈ સુંદરીનો સ્પર્શ જણાય, મુશળધાર વરસાદમાં કળા કરી નાચતા મોરની માફક તમને પણ દુનિયા સામે દિલ ખોલી દેવાની ઈચ્છા થાય, તમારી આસપાસના દંભી લોકોનાં દેકારાની વચ્ચે દૂર ઝાડ પર બેઠેલી કોયલનો કંઠ તમને મધુર લાગે, નદીમાંથી ખોબો ભરીને પાણી પીવામાં અને આસપાસનાં ખાબોચિયાઓમાં છબછબિયાં કરવાની જો મજા આવતી હોય, અગાસી ની પાળી પર નવરા બેઠા બેઠા પસાર થતાં વાદળોનો અલગ અલગ આકાર નક્કી કરવાનો આનંદ, દુનિયાની વાતોથી તમને ફર્ક પાડવાનું બંધ થાય અને લોકોના કટાક્ષ અને ટીકાઓનો ભીના વાળના પાણીની જેમ ઝાટકી નાખીને આગળ ચાલી નીકળો વગેરે..વગેરે..વગેરે.. ત્યારે તમને દુનિયા ગમવા લાગશે - પ્રકૃતિ ગમવા લાગશે અને દુનિયાની દરેકે દરેક વસ્તુને તમે પ્રેમભરી દ્રષ્ટિ થી જોવા લાગશો.  


જીવનની સાચી મજા તો તેને ઘૂંટડે ઘૂંટડે પીવામાં છે, તેને એક સાથે માણી લેવામાં નથી અને આ સત્ય કોઈ સંત-મહાત્મા નહીં પરંતુ કુદરત તમને શીખવી શકે છે. વ્યક્તિ જ્યારે જીવનની આ ક્ષણે પહોંચી જાય ને ત્યારે તેની વિચારવાની ક્ષમતા અને વિચારોની ક્વોલિટી, તેનો લોકો સમક્ષ જોવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. જડ લોકો સાથે જીભાજોડી કરવાને બદલે તે મૌન રહેવું વધારે પસંદ કરશે. આ અવસ્થામાં વ્યક્તિ પોતાની મસ્તીમાં જ જીવતો થઈ જાય છે. જીવન ખરેખર એટલુ સુંદર છે કે આપણે માત્ર કલ્પનામાં જ તેને અનુભવી નથી શકતા, તેના માટે આપણે પોતાએ પ્રત્યેક ક્ષણ જીવવી પડે છે. એક જૂની કહેવત છે ને કે, " જીવન એવું જીવવું જોઈએ કે લોકો ફરી યાદ કરે, નહીં કે લોકો ફરિયાદ કરે." 


આ બધા માટે માણસનો પોતાના પર સંયમ હોવો ખુબ જરૂરી છે. જો ખુદ પર જ નિયંત્રણ ન રહેતું હોય તો પછી આ ક્ષણ સુધી પહોંચવામાં તો આ જન્મારો પણ ટૂંકો પડે. જ્યારે માણસ ખુદ પર કાબૂ ધરાવતો થઈ જાય ત્યારબાદ તેના માટે કોઈપણ પરિસ્થિતિમાં ટકી રહેવું સહેલું બની જાય છે અને તે કોઈપણ ઉચ્ચ કક્ષાએ પહોંચી શકે છે. આપણાં માટે તો જીવનની એક એક ક્ષણ કેટલી બધી મૂલ્યવાન છે, ખરેખર તો અમુલ્ય જ છે. તો પછી શા માટે આપણે આપનો અમૂલ્ય સમય અમુક દુન્વયી લોકો પાછળ બગાડીએ છીએ? શા માટે આપણે આપણી જાતને વારંવાર લોકો સમક્ષ સમજાવીએ છીએ? આ મુદ્દા માટે એક સરસ વાત છે જે હું અહીં' ટાંકવા માંગુ છું. એ એ છે કે, "I never explain myself to anyone. Because those who understand me - they don't need any explanation and those who don't - they don't deserve any explanation." આહાહા...અદ્ભુત! હવે જો આ વાંચ્યા પછી પણ જો તમે જાગ્યા નથી તો ઠંડા પાણીથી નાહી લેવું (મારા યુવાન દોસ્તો ખાસ). હીહીહીહી…


હા, લાઇફમાં મિત્રો હોવા પણ ખૂબ જરૂરી છે. કારણ કે તે આપણી હેલ્થ અને વેલ્થ આ બંને સાચવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે (જૂન મહિનામાં મિત્રતા પર લેખ લખેલો જેમાં વિગતવાર વર્ણન કરેલું.) પરંતુ તેમના લીધે જ જો તમે ખુશ રહી શકતા હોય તો તે વળી પાછો વિચારવા જેવો કેસ છે. ઓકે ચાલો, ફિકર નોટ. એક મસ્ત મજાના વ્યક્તિનું ઉદાહરણ આપું. એ વ્યક્તિ છે, મિસ્ટર બિન. આવી ગઈ ને ચહેરા પર રોનક! આપણે બધા કેટલા સમયથી તેને જોતા આવીએ છીએ, બરાબર ને... ક્યાં તેને ખુશ રહેવા માટે પોતાના સિવાય બીજા કોઇની છે જરૂર? શું તે મજાક મસ્તી માટે બીજા પર આધારીત છે? દરેક પ્રશ્નનો જવાબ નકારમાં જ છે કારણ કે દરેક પ્રશ્નનો જવાબ તે ખુદ જ છે. તો શું આપણે તેને જોઈને તેનામાંથી કંઇ જ ન શીખી શકીએ? કંઇ જ ગ્રહણ ન કરી શકીએ? મિત્રો, Life is too short. આપણને ખબર જ નથી કે આપણો The End ક્યારે છે. આ વાસ્તવિકતા નજર સામે હોવા છતાં આપણે સૌ ભૂતકાળમાં જ જીવીએ છીએ અને ભવિષ્યની વધુ પડતી ચિંતા કરીએ છીએ. એવામાં ભૂત-ભવિષ્યની ચિંતા કરવા જતા આપણે આજનું વર્તમાન પણ ગુમાવીએ છીએ. આપણે આપણી વિચારસરણી જ બદલવાની જરૂર છે. બાકી બધું આપમેળે થતું જશે. આસપાસની દરેક વસ્તુને પ્રેમભરી દ્રષ્ટિથી જુઓ. મનમાંથી દ્વેષ, ધૃણા, નફરત, તિરસ્કાર જેવા ભાવોને દૂર સુધી તીતાંજલી આપી દો. પછી જુઓ, વગર વરસાદે મેઘધનુષના સાતે રંગો વડે રંગાયેલી દુનિયા દેખાવા લાગશે. દરેક વ્યક્તિ સાથે મીઠો-મધુર સંબંધ સ્થપાતા જોવા મળશે. આસપાસની વસ્તુઓને પણ પ્રેમભરી દ્રષ્ટિથી જ જોવા લાગશો. 


2019 માં ગેલ અપ પોલમાં 140 દેશોમાંથી આશરે 150,000 લોકોના રિસર્ચ પરથી ખબર પડી કે 45% અમેરિકન ચિંતિત હતા. જ્યારે વૈશ્વિક સરેરાશ 39% હતી અને UN ના તાજેતરનાં 2021 ના વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ પ્રમાણે ભારતનો નંબર 149 દેશોમાંથી 139 માં નંબર પર આવ્યો છે. આહા..બાપ રે! તળીએ છીએ આપણે તો સાવ. આ બધા લોકો તો પ્રેશર કુકર કરતાં પણ વધારે પ્રેશર વાળી જિંદગીમાં જીવતા હોય તેવું લાગે. આટલાં બધા બર્ડન સાથે જીવવાથી શું કોઈ નોબેલ પારિતોષિક આપવાનું છે? આ બધાના અંતે હતાશા, નિરાશા, અસંતોષની લાગણીઓ સાથે વ્યક્તિ અંતે ડિપ્રેશનમાં સરી પડે છે (જે આજની યુવા પેઢીમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે) અને અમુક માયકાંગલાઓ સુસાઇડને છેલ્લા વિકલ્પ તરીકે અજમાવે છે. પરંતુ આટલું વાંચ્યા પછી એક પ્રશ્ન સહેજે થાય કે કોઈપણ વ્યક્તિના મનમાં આવા હલકા વિચારો કેમ આવી શકે, તો તે માત્ર ખુશ ન રહેવાના કારણે. "Happiness is a Therapy."


હેપિનેસ એ વ્યક્તિના મગજની એવી માનસિક અને આધ્યાત્મિક અવસ્થા છે જ્યાં Positive દ્રષ્ટિકોણ જ હોય. આ દ્રષ્ટિકોણ - આ અવસ્થા પોતાની જાતને સ્વીકારવાથી અને જરૂર પડે ત્યારે પોતાનામાં બદલાવ લાવવાથી જ આવી શકે છે. સૌપ્રથમ તો પોતાની જાતને ચાહવાથી જ સાચી હેપિનેસ આવે છે, ત્યારબાદ સુધારો કરવા માટે ધ્યાન, યોગ, કસરત વગેરે દ્વારા અને થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવવાથી પણ લાંબા ગાળે ચોક્કસ ફાયદો થાય છે. 


દલાઈ લામાએ એક સરસ વાત જણાવી છે કે, "Happiness is not something readymade. It comes from your own actions." તો આ ટેન્શન ના ટોપલાઓને ઉતારો માથા પરથી અને મૂકી દો તડકે. પછી જુઓ આ લેખના શીર્ષકની કમાલ…


Be Happy, Be Healthy. 

ક્યૂંકી Happiness હૈ તો Health હૈ ઔર Health હૈ તો Wealth હૈ. 

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?