માર્કસથી મૂલ્યાંકન ક્યાં સુધી ?

ભારતની એજ્યુકેશન સિસ્ટમની વાત ચાલી રહી હતી. આપણે કઈ રીતે માત્ર પરીક્ષાઓની પાછળ જ વળગેલા રહીએ છીએ. (ફરીથી આ બાબત ઉપર ધ્યાન દોરવાનું થાય કે પરીક્ષાઓ જરૂરી છે પરંતુ પરીક્ષાઓ જ જરૂરી નથી.) Marks Centred જે આપણી વિચારધારા છે એમાંથી આપણે બાર નીકળીને એક અલગ દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. ભારતના મોટાભાગના પેરેંટ્સની સૌથી મોટી ખામી એ છે કે તે માત્ર માર્કસના આધારે પોતાના સંતાનોનું મૂલ્યાંકન કરે છે. હિન્દી ફીલ્મોના ડાયલોગની જેમ. 'દેખ યે શર્માજી કા બેટા ઇતને નંબરોસે પાસ હુઆ'. પછી એ ખબર પણ નથી રહેતી અને ધીમે ધીમે હેબિટ (ટેવ) પડી જાય છે. બધી બાબતોમાં શર્માજી કા લડકા સાથે સરખામણી કરવાની. માર્કસ એ મૂલ્યાંકનનો એક પેરામીટર (પરિમાણ) હોય શકે છે પરંતુ તેના સિવાયના બીજા ઘણા પરિમાણો હોય છે. ગાડીઓમાં પણ બધાની માઇલેજ અલગ જ હોવાની, બધાની ફંક્શનાલિટી અલગ જ હોવાની. કોઈ એક મોડેલની કાર પરથી બીજી બધી જ કારની સરખામણી કેવી રીતે કરી શકીએ? ન જ થાય, સ્વાભાવિક છે. એવી જ રીતે માત્ર એક માર્કસના આધારે વ્યક્તિનું સમગ્ર મૂલ્યાંકન કેવી રીતે કરી શકો? 


એક વખત એક જંગલમાં એક સ્કૂલ ચાલતી હતી. જેમાં બધા પ્રાણીઓના સંતાનો અભ્યાસ કરવા માટે આવતા. વખત જતાં સ્કૂલટીચરે બધાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. પરીક્ષાના પેપરમાં બધાને એક સરખો જ પ્રશ્ન પુછવામાં આવ્યો કે સ્કૂલના મેદાનમાં રહેલા નારિયેળીના વૃક્ષ પર ચડો. પ્રશ્ન જોતાં જ હાથી, સસલું, શિયાળ, વરુ, રીંછ, સિંહ, વાંદરો, માછલી, ઘોડો વગેરે એકબીજાની સામે જોવા લાગ્યા. આ બધામાં વાંદરાને અને ખિશકોલીને સૌથી વધુ મજા પડી પ્રશ્ન વાંચતા જ. કંઈક આવી જ ખસ્તાહાલ શિક્ષણવ્યવસ્થા છે આપણી. જેમાં દરેક વિદ્યાર્થીને માત્ર એક જ માપદંડના આધારે મૂલ્યાંકિત કરવામાં આવે છે. તો પછી વિદ્યાર્થીમાં રહેલી બીજી બધી વિશિષ્ટતાઓનું શું? તે ક્યારે ઉજાગર થશે? તે ક્યારે ખીલશે? 130 કરોડની વસ્તી ધરાવતા દેશમાંથી ઓલમ્પિકમાં માત્ર એક ગોલ્ડમેડલ મેળવી શકીએ છીએ. આમાં ગર્વભેર માથું ઊંચું કરવું કે શરમથી માથું જુકાવી દેવું હવે એ સાલું સમજાતું નથી. આ એક રમત-ગમતના ક્ષેત્રના ઉદાહરણ પરથી આપણે સાવ સરળતાથી સમજી શકીએ કે ક્યાં શું ઘટે છે. તો પછી આવા બીજા તો અનેક ક્ષેત્રો છે જેમાં બધામાં ઓછા-વત્તા અંશે, ના! મહદંશે કંઈક ખૂટી રહ્યું છે. જે શોધીને તેમાં પારંગત થવાનું / બનવાનું છે. માર્કસવાદને પાછળ છોડીને, બેશક માર્કસને આપણી સાથે રાખવાના છે પરંતુ આપણાં ઉપર (બાળકો ઉપર) હાવી નથી થવા દેવાના. 


આજની સિસ્ટમએ બાળકોને રેષકોર્સમાં દોડતા ઘોડાની માફક હંમેશા માર્કસની પાછળ દોડતા રોબોટ જેવા બનાવી દીધા છે. રોજ ઢગલાબંધ અસાઇમેંટ્સ, પરીક્ષાઓ વગેરે અંતે તો એક જ વસ્તુ તરફ લીડ કરે છે, એ છે માર્કસ. સમાજની દ્રષ્ટિએ પણ જેના વધારે માર્કસ આવે તે વિદ્યાર્થી સારો - હોશિયાર - ડાહ્યો ડમરો. તો શું બાકીના બધા ડોબા-ગડબા ગણવાના? કહેવાનો મતલબ એ છે કે માત્ર સ્કૂલ-કોલેજોમાં માત્ર એક જ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે બીજી જે સ્કિલ્સ છે, બીજી જે આવડતો છે એ પણ શીખવવાની એટલી જ જરૂર છે. અને વિદ્યાર્થીજીવનમાં કોલેજ એ સરેરાશ વિદ્યાર્થીનો છેલ્લો સમયગાળો હોય છે જ્યાં તેણે ખુદણે 360 ડિગ્રી તરીકે ઘડાઈને બહાર આવવાનું હોય છે. જે કંઇ થતું નથી. તો પછી ખાલી માર્કસની પાછળ ભાગીને શું કામનું? પરંતુ ભારતના પેરેંટ્સને આ સીવાયની વાત કોઈ વાતે digest (પચતી) જ નથી. નથી તો એ સમજવા તૈયાર, નથી તો સિસ્ટમ સુધરવા તૈયાર. અને આ બંનેની વચ્ચે વિદ્યાર્થીઓ ઉપર અપેક્ષાઓનો પહાડ ઠોકી બેસાડવામાં આવે છે. આવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે ન કોઈ નવી સ્કિલ્સ જન્મી શકે, ન કોઈ ક્રિએટિવિટી જન્મી શકે. 


સમસ્યાઓ તો ઘણી છે અને રહેવાની. પરંતુ આ બધાની વચ્ચે આપણે શું નિરાકરણ લાવી શકીએ - આપણે શું બદલાવ લાવી શકીએ? મારા મત અનુસાર સ્કૂલિંગથી જ વિદ્યાર્થીઓની રુચિ પ્રમાણે તેમના અલગ અલગ ક્લાસરૂમ પાડી દેવા જોઈએ. જેમ કે સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણતો લેવાનું જ પરંતુ બાકીના કલાકો દરમિયાન તેમણે માત્ર સ્પોર્ટ્સ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું. બીજી કોઈ મગજમારી જ નહીં, બીજી કોઈ જંજટ જ નહીં. આમ કરવાથી તેનું સંપૂર્ણ ધ્યાન તેની રુચિમાં જ પરોવાશે. પછી જુઓ કરી રીતે મેડલ્સ મળે છે. તો આ રીતે સ્કીલ્ડ બેસ્ડ એજ્યુકેશન ખૂબ જરૂરી છે. અહીં બધાને એક સરખી વસ્તુ જ કહેવામા આવે છે, એકસરખી વસ્તુ જ ભણાવવામાં આવે છે, એક સરખો જ કોર્ષ આપવામાં આવે છે. જેમાં દરેક વિદ્યાર્થિની કેપેબિલિટી (ક્ષમતા), વિદ્યાર્થિની રુચિ વગેરે કશું જ ધ્યાનમાં લેવામાં આવતું નથી. ક્રિએટિવિટીનો તો પ્રશ્ન જ દૂર દૂર સુધી રહેતો નથી. મે આગળ ઉદાહરણ આપ્યું પ્રાણીઓની પરીક્ષાનું તેમ સિંહ, વાઘ, હાથી, વાંદરો, માછલી, ઘોડો, રીંછ, શિયાળ, વરુ, ખિસકોલી વગેરેને એક હરોળમાં ઊભા રાખીને વૃક્ષ પર ચડવાનું કહેવામા આવ્યું જેમાં વાંદરાને અને ખિસકોલીને સૌથી વધુ મજા આવી. તેવી જ રીતે રિયલ લાઇફમાં (અસલ જિંદગીમાં) પણ બીજા વિદ્યાર્થીઓને એમ જ લાગશે ને આપણે આપણી જિંદગીમાં બીજી કોઈ વસ્તુને કાબેલ જ નથી. અહી નાનપણથી જ બાળકોની ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે. જેમાં માં-બાપ, ભાઈ-બહેન આ બધાનું બાકી રહેતું હોય તેમ ઉપરથી રેલટિવ્સનો પણ ફાળો હોય જ છે. બધા એક જ વાત સમજાવે છે કે જો માર્કસ ન આવ્યા અને જો જોબ ન લાગી તો તમારી જિંદગી બેકાર છે. માર્કસ માર્કસ કરીને આપણે આખા માસ (સમૂહ)ને ગોખણપટ્ટી તરફ વાળી દીધો છે. આપણે અહીં તો ગોખવાની સ્પર્ધા (પરીક્ષાઓ) થાય છે. પરીક્ષામાં જે જેટલું વધારે ગોખે તેને તેટલા વધારે માર્કસ આવે. અને વધારે માર્કસ આવ્યા છતાં પણ આત્મવિશ્વાસ તો સાવ તળીએ જ હોય. જેના 90 આસપાસ સંસ્કૃતમાં માર્કસ આવ્યા હોય એ પણ સંસ્કૃત બોલી નથી શકતો. બેસિક (સામાન્ય) ઇતિહાસના બદલે દળદાર થોથા પકડાવી દેવામાં આવે છે (ગોખવા માટે). જે ભૂતકાળ ભૂતકાળ જ થઈ ચૂક્યો છે તેને આટલી બધી મેહનતે યાદ રખવાનું શું કારણ? હા, ભૂતકાળના ઇતિહાસમાથી જાણકારી પ્રાપ્ત કરી શકાય અને ત્યારે થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય ભવિષ્યમાં તે શીખી શકાય. (a + b)*2 = a*2 + 2ab + b*2 નો મતલબ શું થાય અને એ અસલ જિંદગીમાં તે ક્યાં કામ આવે એ જ કોઈને નથી ખબર. બધા ઘેટાના ટોળાંની માફક ચાલી રહ્યા છે. મહાભારતમાં દ્રોણાચાર્યે પણ દરેક પાંડવોને પોતપોતાની અલગ અલગ સ્કીલ પ્રમાણે વિદ્યાઓ શીખવી હતી. બધાને એક જ સરખી નહોતી શીખવી. કોઈ ધનુર્વિદ્યામાં નિપુણ હતું તો કોઈ ભાલામાં, કોઈ ગદાયુદ્ધમાં પાવરધું હતું તો કોઈ તલવાર સાથે. બધાની આવડતો અલગ અલગ હતી. 


આજે પણ આપણે અંગ્રેજીને ભાષા તરીકે લેવાને બદલે એક ક્લાસ (સ્ટેટસ) તરીકે લઈએ છીએ. ઑ તમે સારું અંગ્રેજી બોલો છો તો તમારી communication skill ખૂબ સારી છે. જ્યારે રશિયા, જર્મની, ફ્રાંસ, ચાઇના જેવા દેશોમાં અંગ્રેજી ભાષાને લઈને આટલો બધો વળગાડ નથી જેટલો આપણે ત્યાં જોવા મળી રહ્યો છે. ASER ના એક સર્વે રિપોર્ટ પ્રમાણે લગભગ 83% એજ્યુકેટેડ ભારતીયો નોકરીને લાયક નથી. કેમ? તો કારણ એ છે કે કોર્પોરેટ લેવલની જે વસ્તુઓ સ્કૂલ લાઇફથી શરૂ કરીને વિદ્યાર્થિની કોલેજ લાઈફ સુધીમાં શિખવવાની હોય છે તે જ આપણે શીખવતા નથી. આપનું માર્કસ પાછળનું obsession (વળગાડ) જવાબદાર છે. આપની માર્કસ પાછળની ઘેલછા જવાબદાર છે. 


ભારત દર વર્ષે લગભગ 15 લાખ કેટલા એંજિનિયર્સ પેદા કરે છે છતાં આપના કરતાં નાના હોય એવ દેશો research and innovation માં ઘણા આગળ છે. સ્વતંત્રતા પછી ભારતે '0' નોબલ પ્રાઇઝ મેળવ્યા છે. સાયન્સમાં. જ્યારે US ના 100+ થઈ ચૂક્યા છે. આપની પ્રવર્તમાન એજ્યુકેશન સિસ્ટમ એટલો આત્મવિશ્વાસ જ નથી આપતી કે વ્યક્તિ પોતાની સ્કીલના દમ ઉપર ક્યાય પણ જઈને કામ કરી શકે અને નિકળવાનો ડર ન હોય. 


"સા વિદ્યા યા વિમુક્તયે"

જોઈએ ક્યારે આપણે આ વિધાનને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું…


Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?