Deepfake: એક નવી બલા
પ્રસ્તુત લેખ માટે આમ તો પૂર્વભૂમિકા બાંધવાની
જરૂર જણાતી નથી. કેમ કે તેના વિશે તો અત્યારે વામન થી લઈને વડાપ્રધાન સુધીના દરેક
લોકોને ખબર છે અને સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. આપણે પણ તેના
દ્વારા ઘણું ખરું જાણી ચૂક્યા છીએ. જેમાં થોડું સાચું છે થોડું ખોટું છે. પ્રસ્તુત
લેખમાં થોડો ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી દૃષ્ટિપાત કરીએ.
જેવી રીતે
વૃક્ષોમાં અલગ અલગ ડાળખીઓ હોય છે તેમ deepfake પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નામના એક વટવૃક્ષની જ
ડાળી છે. વૃક્ષ જોકે બાલ્યાવસ્થામાંથી ધીમે ધીમે યુવાવસ્થા તરફ જઈને વટવૃક્ષ થવા
જઈ રહ્યું છે. જેથી નવી નવી ડાળખીઓ ફૂટી રહી છે. જેમાં સૌથી પહેલા CGI - કમ્પ્યુટર જનરેટેડ
ઈમેજ નામની ટેકનોલોજી આવી. જેમાં કોમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી કૃત્રિમ ચહેરાઓને
બનાવવામાં આવતા. ત્યારબાદ AI
- આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ આવ્યું. મશીનોને કૃત્રિમ બુદ્ધિ વડે કઈ રીતે લોજીક વાપરીને કામ કરતા
કરી શકાય એ AI ના લીધે શક્ય
બન્યું. અને હવે આગળ જતાં deepfake
નામની
ટેકનોલોજી આવી છે. એટલે આમ જોતા deepfake
નું
મોસાળ જ AI છે. ખેર
અત્યારે બીજા બધામાં ઉલજવા કરતા સીધો હનુમાન કૂદકો આપણે deepfake પર મારીએ. કેમ કે
આગળનું બધું વર્ણવવા જતાં પાનાંઓ ભરાય તેટલું વિશાળ છે. એક દરિયો છે જેમાંથી આપણે
અત્યારે પાંચ - સાત ડોલ ઉલેચવાની છે.
Deepfake શબ્દને સૌપ્રથમ બે
ભાગમાં વિભાજીત કરીએ તો deep
એટલે
ઊંડું અને fake એટલે બનાવટી. Deepfake એ 2017ના અંત ભાગમાં વિશ્વ
સમક્ષ ઉભરી આવ્યું. જે એક GAN
(Generative Adversarial Network) પર આધારિત છે. AI માં અત્યારે જે chatGPT સૌના હૈયે છે એ માત્ર ને માત્ર લેખિત માહિતી
અથવા ડેટા પૂરો પાડે છે અલગ અલગ અલ્ગોરિધમના આધારે. એટલે આપણે એક સાથે ઘણીબધી
વેબસાઇટ ખોલીને જોવું નથી પડતું. chatGPT માં આપણે જે સર્ચ કરીએ એ AI ના અલ્ગોરિધમ દ્વારા આપણે જે જોઈએ છે એ જ
માહિતી પૂરી પાડે છે. પરંતુ અહીં deepfake એ વીડિયોને લગતી કમાલની ટેકનોલોજી છે. જેમાં
ઘણા બધા ઓરીજનલ વીડિયોને ભેગા કરી તેમાંથી એક અલગ જ નકલી વીડિયો તૈયાર કરવામાં આવે
છે. સામાન્ય રીતે આખું deepfake
બે
ભાગમાં ચાલે છે. એક તો તેને ઘણો બધો ડેટા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો રહેતો હોવાથી AI પર આધારિત deep learning દ્વારા અને બીજો જે
આપણે આગળ નામની ચર્ચા કરી તે GAN
- Generative Adversarial Network દ્વારા ચાલે છે. ઓનલાઇન ડીપફેક કન્ટેન્ટનું
પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. સ્ટાર્ટઅપ ડીપટ્રેસના અહેવાલ મુજબ, 2019 ની શરૂઆતમાં 7964 ડીપફેક વીડિયો ઓનલાઈન
હતા જ્યારે નવ મહિના પછી, તે આંકડો
વધીને 14678 પર પહોંચી
ગયો.
Deepfake એવા ન્યુરલ નેટવર્ક્સ
પર આધાર રાખે છે જે વ્યક્તિના ચહેરાના હાવભાવ, રીતભાત, અવાજ અને
ઇન્ફ્લેક્શનની નકલ કરવાનું શીખવા માટે ડેટા ખૂબ જ મોટા ડેટાનું વિશ્લેષણ કરે છે. આ
પ્રક્રિયામાં બે લોકોના વીડિયો ફૂટેજને ડીપ લર્નિંગ અલ્ગોરિધમમાં રન કરવામાં આવે
છે જેથી તે મોડેલને ન્યુરલ નેટવર્ક્સ દ્વારા ચહેરાની અદલાબદલી કરવા માટે ટ્રેઈન
કરવામાં આવે. બીજા સરળ શબ્દોમાં
કહીએ તો, deepfake ફેશિયલ મેપિંગ
ટેક્નોલોજી અને AIનો ઉપયોગ કરે
છે જે એ વીડિયો પર વ્યક્તિના ચહેરાને અન્ય વ્યક્તિના ચહેરામાં અદલાબદલી કરે છે. Deepfake જલ્દીથી શોધવું
મુશ્કેલ છે. અથવા તો અશક્ય જ છે. કારણ કે તે ઓરીજનલ ફૂટેજનો ઉપયોગ કરે છે જેમાં
અધિકૃત-સાઉન્ડિંગ ઑડિયો હોઈ શકે છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાવવા માટે
ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે.
આમ, ઘણા દર્શકો માની બેસે છે કે તેઓ જે
વિડિયો જોઈ રહ્યા છે તે અસલી છે. વાસ્તવમાં તે વીડિયો એક કરતા વધારે વીડિયોનું
સમિશ્રણ કરીને ઉપજાવી કાઢેલો હોય છે.
સફારી
મેગેઝીનમાં આવા નકલી વીડિયો બનાવવાનું કાર્ય જુદા જુદા તબક્કાઓમાં કઈ રીતે ક્રમવાર
આગળ વધારવામાં આવે છે તેનું સરળ ભાષામાં વર્ણન કરેલું. જેને તબ્બકાવાર જોઈએ તો...
• Extraction: નકલી વીડિયો બનાવવા
માટે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર ઉપયોગમાં લેવાય છે. હવે જે વ્યક્તિનો ચહેરો extract કરવો હોય તેની શક્ય
તેટલી વધુ સંખ્યામાં ક્લિપ્સ એકઠી કરવામાં આવે છે. આ ઉપરાંત એક ચહેરો અન્ય વ્યક્તિ
પર બેસાડવા માટે બીજી વ્યક્તિની કેટલીક વીડિયો ક્લિપ્સ જોઈએ.
• Encoding: AI નો ઉપયોગ કરીને તૈયાર
થયેલ encoder બંને
વ્યક્તિના ચહેરાઓની દરેક લાક્ષણિકતાઓને તપાસે છે. આંખ - કાનનો આકાર, પાંપણ, ત્વચાનો રંગ વગેરે...
• Decoding: બંનેનું કોડિંગ થાય
બાદ ડીકોડિંગ પણ AI ના અલ્ગોરિધમ
વડે જ થાય છે. અહીં ડીકોડર બે ચહેરા વચ્ચેનું સામ્ય શોધી કાઢે છે અને તફાવત ઓળખી
બતાવે છે. અને છેલ્લે પરફેકશન લાવવા Generative Adversarial Network નો સહારો લેવામાં આવે
છે. ટેકનોલોજીને અનુલક્ષીને તેમના માટે વપરાતા શબ્દો અનુક્રમે Generator અને Discriminator છે. અહીં Generator વીડિયોનું સર્જન કરે
છે અને ત્યારબાદ એ વીડિયો કેટલો અસલી યા કેટલો નકલી તે શોધી કાઢવાનું કામ Discriminator ને જણાવે છે.
(નોંધ: આ છેલ્લા ફકરામાં દર્શાવેલ અલગ
અલગ તબક્કાઓનો સંદર્ભ સફારી (Dec.
2023) મેગેઝીનમાંથી લેવામાં આવ્યો છે. જેમાં વિગતવાર સમજૂતી પણ આપેલી
છે.)
Deepfake ના ફાયદાઓ:
Deepfake ટેક્નોલોજીના મૂવીઝ, શૈક્ષણિક મીડિયા અને ડિજિટલ
કોમ્યુનિકેશન, રમત અને
મનોરંજન, સોશિયલ મીડિયા
અને હેલ્થકેર, મટીરીયલ
સાયન્સ અને ફેશન અને ઈ-કોમર્સ જેવા વિવિધ વ્યવસાય ક્ષેત્રો સહિત ઘણા ઉદ્યોગોમાં પણ
સકારાત્મક ઉપયોગો છે. આ ઉપરાંત ફિલ્મ ઉદ્યોગને deepfake ટેક્નોલોજીથી ઘણી રીતે ફાયદો થઈ શકે છે. ઉદાહરણ
તરીકે, તે એવા
કલાકારો માટે ડિજિટલ અવાજો બનાવવામાં મદદ કરી શકે છે કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો
છે. અથવા ફિલ્મના ફૂટેજને ફરીથી શૂટ કરવાને બદલે અપડેટ કરવામાં મદદ કરી શકે છે.
તેવી જ રીતે સામાજિક અને તબીબી ક્ષેત્રોમાં સકારાત્મક ઉપયોગ માટે જોઈએ તો
અલ્ઝાઈમરથી પીડિત લોકોને તેઓ યાદ રાખી શકે તેવા ચહેરા સાથે વાતચીત કરવામાં મદદ કરી
શકે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો એક્સ-રે માં અસાધારણતા શોધવા માટે Generative Adversarial Network (GAN) ના ઉપયોગ અંગે
અને અપમટિરિયલ સાયન્સ અને મેડિકલ ડિસ્કવરીઝને ઝડપી બનાવવા માટે સંભવિત વર્ચ્યુઅલ
રાસાયણિક પરમાણુઓનું પણ સંશોધન કરી રહ્યા છે.
Deepfake નો સંભવિત ખતરો આપણાથી
રોકી શકાય તેમ નથી. કારણ કે કોઈપણ જગ્યાએ આપણા ચહેરાનો કે અવાજનો અનધિકૃત રીતે
ઉપયોગ થઈ શકે છે. જેમ કે તાજેતરમાં જ એક આઇપીએસ અધિકારીના ચહેરા સાથે ખંડણી માંગી
અને ધમકાવતો વીડિયો સામે આવેલો. એવી જ રીતે બ્લેકમેઇલ કરવા પણ આવી રીતે નકલી વીડિયો
બનાવી તેનો દુરુપયોગ થઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણની અભિનેત્રી રશ્મિકા મંદાના પણ
આનો શિકાર બની ચૂકી છે. આ ઉપરાંત કાજોલ પણ શિકાર બનેલી છે. આવા તો કેટકેટલાય
કિસ્સાઓ બનેલા છે.
આખા જગતના
સૌથી ધનવાન ગણાતા એલોન મસ્કે પણ આની સામે ખૂબ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. અમિતાભ
બચ્ચન અને ખુદ આપણા વડાપ્રધાન પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. કારણ કે આ deepfake ટેકનોલોજીની કોઈ લિમિટ
નથી અને સામાન્ય વ્યક્તિ માટે deepfake
થી
નિર્માણ પામેલ વીડિયો અસલી છે કે નકલી તે ઓળખવું અશક્ય જ છે.
સંદર્ભ:
ફોર્બ્સ, ધ ગાર્ડિયન, સફારી & IEEE રિસર્ચ પેપર
Comments
Post a Comment