મેરા ભારત મહાન... Oh! Really ?

આઝાદી… ! 

આજે આપણા મતે આ આઝાદી નું મૂલ્ય શું રહી જવા પામ્યું છે ? આપણે સૌએ ક્યારેય વિચાર સુધ્ધાં કર્યો છે ? 

ના... આપણે માત્ર 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આ બે દિવસે દેશભક્તિનો જોરશોરથી દેખાડો જ કરીએ છીએ. 

 

ચાલો, થોડી હિન્ટ આપું તો સૌથી પહેલા તો આઝાદી એટલે મન ફાવે તેમ રહેવું, મન ફાવે તેમ બીજા સાથે વર્તવું, મન ફાવે તેમ કરવું, દેશના હિતોને નુકસાન પહોંચે તેવી રીતે જાહેર માં કૉમેન્ટ્સ કરવી - સોશ્યિલ મીડિયા માં પોસ્ટ મુકવી, જવાનોની ની શહાદત પર પ્રશ્ન કરવા, આતંકવાદીઓ ને માસૂમ કહેવા, દેશના સન્માનનીય વ્યક્તિઓ વિશે જાહેર માં તેમજ સોશિયલ મીડિયામાં મન ફાવે તેવી કૉમેન્ટ્સ કરવી કે ફોટાઓ વગેરે શેર કરવા, દેશની ગરિમા ને નુકશાન પહોંચે તેવા કાર્યો કરવા, સરકાર પાસેથી ઘર, ગાડી વગેરે જેવી સવલતો મેળવીને તેમજ ભારતીય બંધારણના આર્ટિકલ 19 - અભિવ્યક્તિની સ્વતંત્રતા નો દુરુપયોગ કરીને આપણે જ દેશ ની બુરાઈ કરવી, મિડિયા ના નામે દેશ ને જ વહેંચી દેવો, સરકાર ના કોઈ પણ સારા કાર્યો પર વિરોધ કરવો, મન ફાવે ત્યાં ગંદકી  કરવી, માત્ર થોડી એવી મિનિટો ની આપણી મજા માટે પ્રાણીઓ ને હેરાન કરવા, નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો કરવો. આમ પણ નીતિ - નિયમોને તો આપણે માત્ર કાગળ  પર જ રાખીએ છીએ ને... અને જયારે અનુસરવાની વાત આવે ત્યારે એ તો માત્ર આમ જનતા  માટે જ હોય છે. આપણે તો નેતા છીએ, સેલિબ્રિટિઝ છીએ, આપણી તો જે તે  ડીપાર્ટમેન્ટ માં ઓળખાણ છે ને - કંઈપણ પ્રોબ્લેમ થશે તો એકાદ ફોન ઘુમાવીને જોઈ લેશુ. દેશમાં કોઈ ઘટના ઘટે કે તરત જ મોબાઈલ નામનું બટેટુ હાથ માં લઇ સાચું - ખોટું જાણ્યા વિના ગમે તેમ શેર કરવું અને જો ભૂલથી પણ તમે કોઈ ની  આડા-અવળી મૂકેલી પોસ્ટ પર સાચી અને તે વ્યક્તિ ને સમજાવતી કોમેન્ટ કરો કે તરત જ જાણે તમે દેશ દ્રોહ કર્યો હોય એવી રીતે તમારા પર તૂટી પડવું વગેરે વગેરે વગેરે... લિસ્ટ તો હજી ઘણું લાંબુ ચાલે તેમ છે, પરંતુ આ તો રોજબરોજ ની ઘટનાઓ કે જેનો આપણે ખુદ જ ગર્વ થી અમલ કરીએ છીએ તે જ છે. અને આ બધા પછી પણ જો આપણને એમ લાગતું હોય કે આપણને જે ગમે તે, ગમે તેમ અને આપણને મજા આવે તે કરી શકીએ અને આપણને કોઈ રોકે નહિ તો એ આપણાં માટે આઝાદી. બરાબર ને…? તદ્દન ખોટી વાત.


હું જ્યારે આ આર્ટિકલ માટે વિશ્લેષણ કરી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે આજના જમાનાના લોકો (મહદ અંશે) માટે આ આઝાદી ની કોઈ જ કિંમત નથી. કેમ કે તેમને તો સાવ મફત માં મળેલી છે. જે તે સમયે આઝાદી મેળવવા માટે તો તેમના વડવાઓએ ઘણુ બધુ ચૂકવી દીધું હતું / ગુમાવી દીધું હતું. પરંતુ એમને એ ખબર નથી હોતી કે આઝાદી ના આ મુલ્યો ને સાચવી રાખવા માટે ઘણા લોકો આજે પણ પોતાનુ ઘણુ બધુ  ચૂકવી રહ્યા છે. આપણે આઝાદી મેળવવા માટે કંઈ કરેલુ જ નથી જેથી તેની પાછળ લાગતા અથાગ પુરુષાર્થની તેમજ તેના માટે કરેલ પ્રયત્નો ની કંઈ વેલ્યુ જ નથી. આ દેશના દરેકે દરેક નાગરિક ને બંધારણ ના આર્ટિકલ 19 મુજબ અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of Expression) મળેલી છે. કદાચ જરૂર કરતા વધારે  પ્રમાણમાં જ અભિવ્યક્તિની સ્વતંત્રતા બંધારણે આપણને આપી દીધી છે, જેના  કારણે આજે તેનો દુરુપયોગ થાય છે. કેમ કે કોઇ કહેવાવાળુ નથી, કે નથી કોઇ  ટોકવાવાળુ.


અહીં મને અટલબિહારી વાજપેયીજી ની એક કવિતા યાદ આવે છે,

[भारत  जमीन का टुकड़ा नहीं, जीता-जागता राष्ट्रपुरुष है। हिमालय इसका मस्तक है,  गौरी शंकर शिखा है। कश्मीर किरीट है, पंजाब और बंगाल दो विशाल कंधे है।  विन्ध्याचल कटी है, नर्मदा करधनी है। पूर्वी और पश्चिमी घाट, दो विशाल  जंघायें है। कन्याकुमारी इसके चरण है, सागर इसके पग पखारता है। पावस के काले —  काले मेघ इसके कुंतल केश है। चांद और सूरज इसकी आरती उतारते हैं। यह वन्दन  की भूमि है, अभिनन्दन की भूमि हैं। यह तर्पण की भूमि है, यह अर्पण की भूमि  है। इसका कंकर-कंकर शंकर है, इसका बिंदु-बिंदु गंगाजल है। हम जिएंगे तो  इसके लिए, मरेंगे तो इसके लिए।]


બસ દરેક ની અંદર આ ભાવ હોવો જોઇએ (જરૂરી છે), ભારત ને વિશ્વગુરુ બનાવવા માટે. પરંતુ આજની જનરેશન ને તો પોતાના પાઠ્યપુસ્તક ના પહેલા પેજ પર રહેલી મુળભુત ફરજો જ યાદ નથી હોતી. એવામાં વાજપેયી સાહેબ ની આ કવિતા તો બહુ દૂરની વાત છે. આ બધી બાબતો ખરેખર તો સ્કૂલમાંથી જ શીખવવી જોઇએ, બાકી પછી તો પથ્થર પર પાણી રેડવા સમાન છે. સ્કૂલોએ પણ પુસ્તકમાં આપેલા ચેપ્ટર્સ  ગોખાવવાને બદલે વ્યાવહારિક મૂલ્યો શિખવવા જોઇએ. જેથી આગળ જતા રાષ્ટ્રના નિર્માણમાં કામ આવી શકે.


આપણને રોડ-રસ્તા, બાંધકામ, આપણી આસપાસ નું પર્યાવરણ વગેરે બધું જ ફોરેન જેવુ જોઈએ છે, પરંતુ ક્યારેય એવો વિચાર કર્યો કે આપણે તેને અનુરૂપ થવા, તેને લાયક થવા શું કર્યું અથવા તો શું કરી રહ્યા  છીએ ? દેશભક્તિ માત્ર ફેસબુક, ટ્વિટર વગેરે જેવા સોશિયલ મીડિયા ના માધ્યમો પૂરતી રહી જવા પામી છે. ખાસ કરી ને આજની યુવા પેઢી જે 2 દિવસ ની દેશભક્તિ (15 ઓગસ્ટ — 26 જાન્યુઆરી) સોશ્યિલ મીડિયા પર છલકાવે છે એ બંધ કરવાની તાતી જરૂરિયાત છે. આ બંને દિવસે રાષ્ટ્રીય તહેવાર પૂર્ણ થયા પછી રાષ્ટ્રધ્વજ  રોડ-રસ્તા પર જોવા મળતા હોય છે જેને સમ્માન પુર્વક સાચવવાની જવાબદારી પણ હવે આપણી રહી નથી.


सारे जहाँ से अच्छा, हिन्दुस्तान हमारा વર્ષોથી બોલતા આવીએ છીએ પરંતુ માત્ર જીભથી જ, જીવ થી નથી બોલાતુ. જ્યાં આપણું મન એમ કહે કે Top to Bottom all are corrupted (જ્યાં વજન મુક્યા વગર એક પણ ફાઈલ આગળ નથી વધી શકતી) ત્યાં सारे जहाँ से अच्छा … કેમ હોય શકે? આપણે એવા  દેશમાં રહીએ છીએ જ્યાં 15 મી ઓગસ્ટે ખુદ વડાપ્રધાને લાલ કિલ્લા પરથી કહેવુ  પડે કે ટોયલેટમાં જ ટોયલેટ માટે જવાય. કચરો ક્યાં નાખવો તેની તાલીમ સવાસો કરોડ ભારતીયોને આપવી પડે તેમ છે. એવામાં ઘણા લોકો તો ફુલ નેગેટિવીટી વાળા હોય છે. ભારતમાં તો આ ન જ થાય, મારી ગેરેન્ટી. ભારત નહિ સુધરે એની ગેરેન્ટી એક  ભારતીય જ બીજા ભારતીય ને આપે છે, બોલો.


અંધારા ની ટીકા કરવા કરતા એકાદ મીણબતિ કરવી વધારે સારી. અમેરિકાના પ્રમુખ જ્હોન એફ. કેનેડી કહેતા કે,  Do not ask what your country can do for you. Always ask what I can do  for my country. મારુ શું યોગદાન છે, મેં શું કર્યું એ જોવાનું છે.


સૌપ્રથમ તો આપણે ભારતના બંધારણને વફાદાર થવાની જરૂર છે, તેને અનુસરવાની જરૂર છે, એ દરેક વ્યક્તિને સમ્માન દેવાની જરૂર છે જેમણે આ દેશ માટે કંઈક કર્યું છે. આપોઆપ દેશ બે દાયકા આગળ આવી જશે. માત્ર વાતો જ કરવાથી દેશ सोने की चिड़िया  નહિ થાય. એના માટે આપણે સૌ એ કંઈક ને કંઈક યોગદાન જરૂર આપવું પડશે.

 

પીટર માર્શલ નું એક સરસ ક્વોટ છે. જે આપણને સચોટ રીતે લાગુ પડે છે...

“May we think of freedom not as the right to do as we please, but as the opportunity to do what is right.” 

- Peter Marshall


અંતે તો, Hope for the Best!

આ સાથે જ આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.

જય હિંદ | વંદે માતરમ



Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

મિડલ ઇસ્ટમાં ચાલતું સમરાંગણ - ભાગ 1

માતૃભાષા માટે તમારું ખિસકોલીકર્મ કેટલું?